સ્થાપના વર્ષ: 1997
મુખ્ય હેતુ: સામાજિક સેવા અને મહિલા સશક્તિકરણ
આ એક એવી સંસ્થા છે, જે 1997થી મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત છે. અમારી શરૂઆત સામાજિક સેવા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેની ભાવનાથી થઈ હતી. વર્ષોથી, અમે 700થી વધુ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી છે.
અમે માનીએ છીએ કે દરેક મહિલામાં અનોખી કળા હોય છે — જેને ઓળખી અને વિકસાવી તેને વૈશ્વિક મંચ પર લાવવી એ અમારું લક્ષ્ય છે.
હમણાં અમે હસ્તકલા આધારિત ઉત્પાદનો બનાવી રહ્યા છીએ જેમ કે લગ્ન પ્રસંગોની સજાવટ, બેબી શાવર, જન્મદિવસની ભેટો વગેરે. દરેક વસ્તુ પરંપરા અને નવિનતાનું મિશ્રણ છે.
અમે મહિલાઓને ડિજિટલ રીતે તાલીમ આપી તેમને ઘરે બેઠા રોજગારી માટે સક્ષમ બનાવી રહ્યા છીએ.
આ એ માત્ર સંસ્થા નથી – એ મહિલા સશક્તિકરણની યાત્રા છે.